ઇડર

ઇડરમાં ખુલ્લા છાપરામાં જુગારધામ પર LCB નો દરોડો!

4 જુગારીઓ ઝડપાયા, ₹30,630 નો મુદ્દામાલ કબજે..

સાબરકાંઠા જિલ્લા LCB એ ઇડરના હાલુડી વિસ્તાર પાસે કુંજ કસ્બા રોડ પર ખુલ્લા છાપરામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો…..

દરોડા દરમિયાન 4 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા…..

પોલીસે દાવ પર મુકેલા રોકડ રૂપિયા, અંગઝડતીમાંથી મળેલી રોકડ રકમ, 52 ગંજીપત્તા અને 4 મોબાઇલ ફોન સહિત કુલ ₹30,630 નો મુદ્દામાલ કબજે કર્યો છે…..

આ મામલે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે……

ઝડપાયેલા આરોપીઓ…

(1) વિપુલભાઈ અરવિંદભાઈ પરમાર ઉ વ 41 અપ્સરા સિનેમા પાછળ છાપરીયા વિસ્તાર ઈડર તા ઈડર જી સા કા.
(2) જગદીશભાઈ લલિતભાઈ ચાવડા ઉંમર વર્ષ 51 મૂળ રહે પરમાર વાસ નંબર 1 નગરપાલિકાની બાજુમાં ઈડર તા ઈડર જી સા કા. હાલ રહે સ્માર્ટ સિટી 703 એ બ્લોક હંસપુરા નરોડા અમદાવાદ
(3) અજીતકુમાર ગલબાભાઈ પરમાર ઉંમર વર્ષ 39 ઉમેદપુરા તા ઈડર જી સાબરકાંઠા
(4) સુભાષભાઈ મૂળજીભાઈ પરમાર ઉમર વર્ષ 52 રહે પરમાર વાસ નંબર 2 છાપરીયા વિસ્તાર તા ઈડર જી સાબરકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!