હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ચેસ સ્પર્ધામાં હિંમતનગર સાયન્સ કોલેજ ચેમ્પિયન બની
ડર ખાતે ૩૨ કોલેજો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં હિંમતનગરની ટીમે મેદાન માર્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ચેસ સ્પર્ધામાં હિંમતનગર સાયન્સ કોલેજ ચેમ્પિયન બની
ઈડર ખાતે ૩૨ કોલેજો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં હિંમતનગરની ટીમે મેદાન માર્યું
હિંમતનગર, ૧૯ ઓગસ્ટ ૨૦૨૬
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-કોલેજ ચેસ સ્પર્ધામાં હિંમતનગરની ધી. એચ. એન. એસ. બી. લી. સાયન્સ કોલેજે શાનદાર દેખાવ કરી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, ઈડર ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં સમગ્ર ઉત્તર ગુજરાતની ૩૨ જેટલી પ્રતિષ્ઠિત કોલેજોના રમતવીરોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં હિંમતનગરની સાયન્સ કોલેજની ટીમે પોતાની શ્રેષ્ઠ રમત અને વ્યૂહાત્મક કૌશલ્યના જોરે અન્ય પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી વિજયી ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ ઝળહળતી સફળતામાં કોલેજના ગડસા સરના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. ચેમ્પિયન બનેલી ટીમમાં કુંદન, ભાર્ગવ, અંકિત, નિલેશ અને નૈતિક જેવા પ્રતિભાસંપન્ન ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓએ બૌદ્ધિક કૌશલ્યના આ ખેલમાં શિસ્તબદ્ધ રમતનું પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.
હિંમતનગર સાયન્સ કોલેજની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પી. એસ. પટેલ તેમજ કોલેજના સમગ્ર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફગણે તમામ વિજેતા ખેલાડીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ રમતગમત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી યુનિવર્સિટી કક્ષાએ કોલેજનું નામ રોશન કરતા રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.





