હિમતનગર

હિંમતનગર બી ડિવિઝન પોલીસનો જુગાર વિરોધી સપાટો: પાંચ શકુનિયા ઝડપાયા

ઓડ વાસ વિસ્તારમાં ગંજીપાના જુગાર રમાડતી ટોળકી પર દરોડો, રૂ. ૧૦,૮૫૦નો મુદ્દામાલ કબજે

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમાડતા તત્વો સામે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના પગલે વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી ઝુંબેશમાં પોલીસે પાંચ શકુનિયાઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.વસાવા અને સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એ.પી.માળીની ટીમને બાતમી મળી હતી કે હિંમતનગર જનરલ પોસ્ટ ઓફિસ પાછળ આવેલા ઓડ વાસમાં એક ઓરડી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાનાથી પૈસાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. તા. ૧૯/૦૮/૨૦૨૬ના રોજ પેટ્રોલિંગ દરમિયાન આ.પો.કો. આશિષકુમાર કાન્તીભાઇ અને આ.પો.કો. અભિષેક મહીજીભાઇને મળેલી આ બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડના જવાનો સાથે રેડ પાડવામાં આવી હતી.

રેડ દરમિયાન (૧) પિયુષકુમાર રમણભાઇ ખટીક, (૨) સંદીપભાઇ જ્યંતિભાઇ વાઘેલા, (૩) દીલીપભાઇ વિનોદભાઇ વાઘેલા, (૪) દીલીપકુમાર રતનાજી ખટીક અને (૫) વિષ્ણુભાઇ ભલાભાઇ પટણી – એમ કુલ પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ હિંમતનગર, જનરલ પોસ્ટ ઓફિસ પાછળ, ઓડ વાસના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી ગંજીપાના તથા રોકડ રકમ રૂપિયા ૧૦,૮૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં એ.પી.માળી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), રાકેશકુમાર વિનુભાઇ, હિતેષકુમાર રમણભાઇ, ધરમવીરસિંહ દિલીપસિંહ, આશિષકુમાર કાન્તીલાલ અને અભિષેકકુમાર મહીજીભાઇનો ફાળો રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!