ઇડર નગરપાલિકામાં ભાજપનો દબદબો, પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર

સાબરકાંઠાના ઇડર નગરપાલિકામાં કુલ ૨૮ બેઠકોમાંથી ૨૭ બેઠકો પર ભાજપે વિજય મેળવી બહુમતી સાથે સત્તા કબજે કરી છે. જીત બાદ ભાજપના પ્રભારી મેન્ડેટ લઈને સભાખંડ ખાતે પહોંચ્યા હતા અને આગામી વહીવટી ગોઠવણ અંગે ચર્ચાઓ તેજ બની હતી.
ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ પદ માટે અનસુયાબેન પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિનોદભાઈ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે જીનલ સગરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપની બહુમતી બાદ ઇડર નગરપાલિકામાં નવા પદાધિકારીઓની પસંદગી સાથે આગામી વિકાસકાર્યો અને વહીવટી કામગીરીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
નગરપાલિકામાં ભાજપની મોટી જીત બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હવે નવી ટીમના નેતૃત્વ હેઠળ શહેરના વિકાસ મુદ્દાઓ પર કેવી કામગીરી થાય છે તેના પર સૌની નજર રહેશે.




