ઇડર

હિંમતનગરમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો: સાબરકાંઠા LCBએ ₹40,000નો મુદ્દામાલ કર્યો રિકવર

સાબરકાંઠા જિલ્લામાં બનતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને અણઉકેલાયેલા બનાવો શોધી કાઢવા માટે પોલીસ વડાઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટરસાયકલનો ભેદ ઉકેલી પોલીસે એક શખ્સની અટકાયત કરી રૂ. 40,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી LCB પી.આઈ. શ્રી ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવિનકુમાર, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રહર્ષકુમારને ખાનગી બાતમીદાર (હ્યુમન સોર્સ) મારફતે બાતમી મળી હતી કે, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના સંબંધિત ચોરાયેલ મોટરસાયકલ (નંબર: GJ 09 EA 6976) લઈને એક ઈસમ હિંમતનગરથી ઈડર રોડ પર આવેલ હોમગાર્ડ ઓફિસ સામે ઉભો છે.

બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચી શખ્સની પૂછપરછ કરી મોટરસાયકલના આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. જેથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 106 અને 35(1)(ઈ) મુજબ મોટરસાયકલ કબજે કરી તપાસ કરતા આ વાહન હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) મુજબ નોંધાયેલ ચોરીના ગુનાનું હોવાનું બહાર આવ્યું હતું.

પકડાયેલ આરોપીની વિગત:

  • નામ: પીન્ટુભાઇ ભીખાભાઇ જાતે.બજાણીયા

  • હાલ રહેઠાણ: દાંતા ૨૪, સરકારી ક્વાટર્સ, સરકારી અનાજના ગોડાઉન પાસે, દાંતા, તા. દાંતા, જી. બનાસકાંઠા

  • મૂળ રહેઠાણ: ડોભાડા, સિવિલની પાછળ, તા. વડાલી, જી. સાબરકાંઠા

રિકવર કરેલ મુદ્દામાલ:

  • હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ 09 EA 6976), જેની અંદાજિત કિંમત રૂ. 40,000/- છે.

આ કામગીરી LCB પી.આઈ. ડી.સી. સાકરીયા, પી.એસ.આઈ. આર.જે. જાડેજા, પી.એસ.આઈ. આર.કે. જોષી તેમજ LCB સ્ટાફના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી અને રિકવર કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!