ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના આપના 3 ચૂંટાયેલા સભ્યો કોંગ્રેસમાં જોડાયા: આમ આદમી પાર્ટીને મોટો ફટકો

ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (આપ) ના તાલુકા પંચાયતના 3 ચૂંટાયેલા સભ્યોએ કોંગ્રેસનો હાથ પકડતાં સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. આપ પક્ષ છોડીને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અપનાવનાર સભ્યોમાં નીચે મુજબના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે:

૧. નવા-મોટા તાલુકા પંચાયત સીટના દશરથભાઈ રાજાભાઈ 

૨. ગાડીયા-સેંબલ તાલુકા પંચાયત સીટના કમુબેન નશરૂભાઈ 

૩. મિડીબીલી તાલુકા પંચાયત સીટના કપિલાબેન નવજીભાઈ

૪. તાલુકા પંચાયત સીટના વિજેતા અન્ય સદસ્યશ્રીઓ

રૂબરૂ મુલાકાતમાં આ સભ્યોએ જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીના અમારા નેતાશ્રી બિપિનભાઈ ગામેતી સાથે આપ (AAP) માં અન્યાય થતાં તથા ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી સાહેબની પ્રજાલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈને અમોએ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.”

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રમણભાઈ સોલંકી, ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભંવરસિંહ ચંદાવત, પ્રદેશ ડેલિગેટ પ્રકાશચંદ્ર ઉપાધ્યાય, તેમજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ શર્મા તેમજ હરપાલસીહ વાધેલા સહીત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!