ખેલ મહાકુંભ ની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ

શીતલ ઠાકર ગાંધીનગર
ખેલ મહાકુંભ ની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ૩૦૦થી વધારે સ્પર્ધકોએ હિંમતનગરમાં પોતાનું કૌશલ્ય અજમાવ્યું છે તેમજ આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયેલા ઉમેદવારો રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે અને દેશ નુ નામ રોશન કરશે…

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ગુજરાતના ૩૩ જિલ્લાઓની ૯૯ જેટલી ટીમોએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ આવનારા સમયમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સફળ થવા માટે નશીબ અજમાવ્યું હતું આ તબક્કે રાજ્યભરના ૩૦૦ થી વધારે સ્પર્ધકો હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે ખાસ હાજર રહ્યા હતા જેમાં અંડર ૧૧,૧૪ તેમજ ૧૭ વયની બહેનો માટે યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધા માં વહેલી સવારથી જ તમામ વય જૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી જોકે આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ યોજનાના આંતરરાષ્ટ્રીય એશિયન ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનારા રમતોત્સવમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ભારતની ગૌરવ અપાવવા કેટલાય સ્પર્ધકો પોતાનું કૌશલ્ય અજમાવતા નજરે પડ્યા હતા આ તબક્કે વિજેતા બનેલી સ્પર્ધા કોઈ આવનારા સમયમાં ગુજરાતમાં યોજાનારા રમતોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવાની ખેવના વ્યક્ત કરી હતી.

સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતના ૩૩ જિલ્લા ના ૩૦૦ થી વધારે સ્પર્ધકો હાજર રહ્યા હતા હિંમતનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાયારૂપ તમામ સુવિધાઓ કરાઈ હોવાના પગલે સ્પર્ધકો સહિત કોચ અને અન્ય વાલીઓમાં પણ વ્યાપક ખુશી જોવા મળી હતી રાજ્યકક્ષાની યોજાયેલી આ સ્પર્ધા થી આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધાના સ્પર્ધકો નક્કી થશે જેમાં અંડર ૧૧, ૧૪ તેમજ ૧૭ વર્ષ ના સ્પર્ધકોના નામ પણ જાહેર થશે… ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલ, બ્રેસ્સ્કોક અને બટરફ્લાય જેવી ઈવેન્ટસ હીટ્રસ યોજાઈ જેમાં ૫૦ – ૫૦ મીટર, એમ કુલ ૪૦૦ મીટર ની સ્પર્ધા યોજાઈ હતી.. જોકે આજે યોજાયેલી સ્પર્ધા આવનારા સમયમાં ગુજરાતમાં યોજાનારા રમતોત્સવ માટે પાયારૂપ બની રહે તેમ છે.

જોકે હિંમતનગર ખાતે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધા આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ કેટલી સફળતા અપાવે છે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ અહિ આવેલા ખેલાડીઓએ પોતાનુ કૌશલ્ય દર્શાવી વિશ્વ ભરમાં પણ પોતાનુ નામ મોખરે કરવા માટે ઉચ્ચ પ્રદર્શન કરી રહ્યા છે





