ટોચના સમાચાર
હિંમતનગર જીપી મેડિકલ એસોસિએશનના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ હિંમતનગર મુકામે ઉજવણી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર જીપી મેડિકલ એસોસિએશનના 25 વર્ષ પૂર્ણ થતા તા. 04/01/26 રવિવારે તેઓએ રજત જયંતિ મહોત્સવ ટાઉનહોલ હિંમતનગર ખાતે ઉજવણી કરતા સવારે જાહેર જનતા માટે પ્લુટો હોસ્પિટલ અને હિંમતનગર નગરપાલિકા ના સહયોગ થી મેડિકલ નિદાન ફ્રી કેમ્પનું અને બપોરે ચીફ ગેસ્ટ ડો. ભાવના બેન પટેલ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ આયુષ ગાંધીનગર અને ગેસ્ટ ઓફ ઓનર માં ડો. રાજ સુતરીયા C .D.H.O., નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સાબરકાંઠાના સાનિધ્યમાં ” ઉડાન” પુસ્તકનું વિમોચન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામનો સુંદર આયોજન પ્રમુખશ્રી ડો .આતિશ મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન ડો. સમીર શાહ કો. પ્રો. ચેરમેન ડો. કુરિયન્ત ગોસ્વામી અને મંત્રી ડૉ .પ્રવીણ પ્રજાપતિ અને ખજાનચી ડો. શ્રેય વોરા ના માર્ગદર્શન હેઠળ કરેલ છે.



