ટોચના સમાચાર
ખેડબ્રહ્મા તાલુકાના ૧૯૫ દિવ્યાંગ બાળકો માટે સાધન-વિતરણ કેમ્પ યોજાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
ખેડબ્રહ્મા બીઆરસી ભવન ખાતે સાબરકાંઠા આઈ. ઈ. ડી વિભાગ અને એલિમ્કો સંસ્થા ઉજ્જૈનના સહયોગથી દિવ્યાંગ બાળકોના સાધનોનો વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષા સાબરકાંઠા જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર કેયુરભાઈ ઉપાધ્યાયની પ્રેરણાથી, જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠાના ચેરમેન શ્રી હિમાંશુ નિનામા ના વરદ હસ્તે તથા જિલ્લા આઈ. ઈ. ડી.કો. ઓર્ડીનેટર કીર્તિસિંહ ચૌહાણ તેમજ કો. ઓર્ડીનેટર પિયુષકુમાર બી જોષીના આયોજન મુજબ સમગ્ર શિક્ષા સાબરકાંઠા આઈ.ડી.વિભાગ અને એલિમ્કો સંસ્થા ઉજ્જૈનના સહયોગથી એન. ૨૦૨૦ની પાંચમી બીઆરસી ઈ.પી. ઉજવણી નિમિત્તે ઓગષ્ટ માસમાં દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૯૫ બાળકોને સાધનની જરૂરિયાત માલૂમ થયેલ. જે અન્વયે આજરોજ ૧૯૫ લાભાર્થી બાળકોને કેલિપર્સ, વ્હીલ ચેર, ટ્રાયસિકલ, શ્રવણયંત્ર, એમ.એસ.આઈ.ડી.ટી એલ એમ કીટ,બગલ ઘોડી, વોકર, સીપી ચેર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઈ. ઈ.ડી. વિભાગ ખેડબ્રહ્માના તમામ સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા સદર કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.





