મારુતિ નગર વિકાસ મંડળ આયોજિત સ્નેહ સંમેલન તથા વિદ્યાર્થી પારિતોષિક વિતરણ કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન

શીતલ ઠાકર,ગાધીનગર
મારુતિ નગર વિકાસ મંડળ દ્વારા આયોજિત સ્નેહ સંમેલન તથા વિદ્યાર્થી પારિતોષિક વિતરણ કાર્યક્રમ સન–2026 ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, સર્વે કોર્પોરેટરશ્રીઓ તથા મારુતિ નગરના સર્વે સભ્યોની નોંધપાત્ર હાજરી રહી હતી.કાર્યક્રમની સ્વાગત વિધિ દરમિયાન મારુતિ નગર વિકાસ મંડળના પ્રમુખશ્રી હર્ષદભાઈ કડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “મારુતિ નગરના સર્વાંગી વિકાસ માટે વિકાસ મંડળ હંમેશા પ્રતિબદ્ધ અને તૈયાર છે.”આ કાર્યક્રમમાં કુ. કૌશલ્યા કુંવરબા ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો.વિશેષ આમંત્રિત તરીકે કલ્યાણભાઈ દેસાઈ (વકીલ) ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન અંતર્ગત દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને સામાજિક જવાબદારી વિષયક પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું.કાર્યક્રમમાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને ઉપસ્થિતોએ ભારે ઉત્સાહથી નિહાળ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને મહેમાનો તથા સોસાયટીના સભ્યો દ્વારા રોકડ ઇનામ તથા ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મંત્રી શ્રી જીગરભાઈ ચૌહાણ સહિત અનેક કાર્યકરો તથા સભ્યોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.આ પ્રસંગે શ્રી કનુભાઈ દેસાઈને કાર્યક્રમ તેમજ નવરાત્રી ઉત્સવમાં આપેલા વિશેષ યોગદાન બદલ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ બાદ આશરે 475થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ચીનુભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શ્રીમતી સેજલબેન વરુણભાઈ કડિયાએ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર સર્વે મહેમાનો, કાર્યકરો તથા સભ્યોનો મારુતિ નગર વિકાસ મંડળ હૃદયપૂર્વક આભાર માને છે.





