સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસ નિમિત્તે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અભિયાન

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસ નિમિત્તે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અભિયાનમાર્ગ સલામતી માસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આરટીઓ વિભાગ તથા ટ્રાફિક પોલીસના સંયુક્ત આયોજન હેઠળ માર્ગ સલામતી બાબતે વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસના સ્ટાફે માર્ગ પર હાજર રહી વાહનચાલકો અને નાગરિકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરનાર વાહનચાલકોને અટકાવી તેમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. નિયમોનું પાલન કરનાર નાગરિકોને પ્રોત્સાહનરૂપે બોલ પેન આપી માર્ગ સલામતી અંગે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન હેલ્મેટ ફરજિયાત પહેરવું, સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, વાહન ચલાવતા સમયે મોબાઇલનો ઉપયોગ ન કરવો સહિતના નિયમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આરટીઓ તથા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે જનસામાન્યમાં જાગૃતિ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.માર્ગ સલામતી માસ દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં આવાં જ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી સતત પ્રયત્નો કરવામાં આવશે તેમ આરટીઓ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.




