ટોચના સમાચાર

સાબરકાંઠામાં જિલ્લા પોલીસવડાએ ૧ર૦ પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી

વહીવટી કારણોસર પોલીસકર્મીઓને અન્ય પોલીસ સ્ટેશનમાં મુકયા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના પોલીસ તંત્રમાં કોન્સ્ટ્રેબલ, ડ્રાઈવર, એએસઆઈ સહિતના હોદ્દા પર ગણા સમયથી ફરજ બજાવતા ૧ર૦ પોલીસ કર્મચારીઓની મંગળવારે જિલ્લા પોલીસવડાએ સાગમટે બદલી કરતાં કર્મચારી આલમમાં તેના મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. જોકે આગામી સમયમાં હજુ પણ વધુ બદલીઓ થાય તો નવાઈ નહી.
આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલે જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટ્રેબલો, ડ્રાઈવર, એએસઆઈ, હે.કોન્સ્ટ્રેબલ, મહિલા કોન્સ્ટ્રેબલોની કામગીરીને ધ્યાને લઈને તથા વહીવટી કામગીરીના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશનોમાં તથા સાયબર ક્રાઈમ ઉપરાંત પોલીસવડા કચેરીમાં આવેલ વિવિધ વિભાગોમાં કામ કરતા ૧ર૦ કર્મચારીઓની મંગળવારે બદલી કરી છે. બદલી કરાયેલ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બદલીના સ્થળેથી છુટા કરી બદલીવાળા સ્થળે હાજર રહેવા માટે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને કાર્યવાહી કરાયાની જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.તો બીજી તરફ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વર્ષ ર૦ર૬ના પ્રારંભે બદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચુકયો છે ત્યારે આગામી સમયમાં વધુ પોલીસ કર્મચારીઓની બદલી થવાની શકયતા નકારી શકાતી નથી. જેના માટે જિલ્લા પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો પણ મંગાવી લીધી હોવાની શકયતાને નકારી શકાતી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!