હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ
હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ થયું. ૧૩ બેઠકો માટે ૪૨ ઉમેદવારો માટે ૩૨ હજાર ૮૭૬ મતદારો મતદાન કરશે. મોડી રાત્રે પરિણામ જાહેર થશે.

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમત હાઇસ્કુલ ખાતે કુલ ૨૫ રૂમમાં ૫૦ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી
નાગરિક સહકારી બેંક ના ૧૩ ડિરેક્ટરો માટેની ચૂંટણી જાહેર થઈ હતી
૧૩ બેઠકો માટે ૪૨ ઉમેદવારો માટે ૩૨ હજાર ૮૭૬ મતદારો મતદાન કરશે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ નાગરિક સહકારી બેંક ના ૧૩ ડિરેક્ટરો માટેની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં સામાન્ય વિભાગની ૧૦ બેઠક માટે ૨૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે સાથે જ મહિલા વિભાગની બે બેઠકો માટે પાંચ ઉમેદવારો અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગની એક બેઠક માટે આઠ ઉમેદવારો એટલે કે કુલ ૪૨ ઉમેદવારોએ ઉમેદવાડી નોંધાવી છે જોકે બેંકના ૩૨ હજાર ૮૭૬ મતદારો મતદાન કરશે જોકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. બેંક દ્વારા હિંમત હાઇસ્કુલ ખાતે કુલ ૨૫ રૂમમાં ૫૦ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.પાંચ વર્ષ માટે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં અલગ અલગ તેમજ સ્વતંત્ર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાને છે ત્યારે બે પેનલના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પેનલો બનાવવામાં આવી છે. જોકે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા ની પહેલાથી જ ઉમેદવારોએ મતદારોનો સંપર્ક શરૂ કરી દીધો હતો પરિણામ રસાકસી ભર્યું રહેશે. જોકે મોડી રાત્રે પરિણામ જાહેર થશે જેના પર હિંમતનગર તાલુકાની જનતાવ મીટ માડી છે.





