રાજ્ય
મહેલ, મમતા અને મિલ્કત બધું અહીં જ રહી જાય, અંતે માનવી એકલો જ જાય

શીતલ ઠાકર,ગાંધીનગર
ભૌતિક સુખ અને વૈભવની અંધ દોડમાં માનવી જીવનનું સૌથી મોટું સત્ય ભૂલી રહ્યો છે. “તારે એક દિવસ મરવું” જેવી પંક્તિઓ આજના સમાજ માટે કડક ચેતવણી સમાન છે કે આ જગતમાં કોઈ કાયમી નથી.
માનવી ઊંચા મહેલ બાંધે છે, ધન-દોલત એકત્ર કરે છે અને સંબંધોના ભરોસે જીવન પસાર કરે છે, પરંતુ અંતે એક દિવસ એવો આવે છે જ્યારે ન સંપત્તિ સાથે જાય છે, ન સગાં-સંબંધીઓ. બધું અહીં જ રહી જાય છે અને માનવી એકલો જ દુનિયાને અલવિદા કહે છે.
ચાર દિવસના આ જીવનમાં જો માનવતા, સદ્કર્મ અને સત્યનો માર્ગ અપનાવવામાં ન આવે, તો ભૌતિક સુખ નિરર્થક સાબિત થાય છે. આ વિચારચેતના સમાજને યાદ અપાવે છે કે જીવન સંગ્રહ માટે નહીં, પરંતુ સારા કર્મો અને સમાજહિત માટે છે.
આ સંદેશ આજના ભટકતા સમાજ માટે આત્મમંથન કરવાની તક છે કે અંતે માનવી સાથે માત્ર તેના કર્મો જ જાય છે.



