ગુજરાત

બાંધકામમાં બેદરકારી ચલાવી નહીં લેવાય: CM ભૂપેન્દ્રભાઈ પટેલની કડક કાર્યવાહી

શીતલ ઠાકર,ગાંધીનગર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા તમામ બાંધકામ કામોની ગુણવત્તા બાબતે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સંબંધિત વિભાગોના વડાઓને કડક તાકીદ કરી છે.કેબિનેટ બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ₹200 કરોડના ખર્ચે એક વર્ષ અગાઉ તૈયાર કરવામાં આવેલ મહેમદાબાદથી મહુધા માર્ગ ટૂંકા સમયમાં જ ખરાબ હાલતમાં પહોંચ્યો હોવાની ગંભીર ફરિયાદો મળી હતી. આ બાબતને મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ગંભીરતાથી લેતા માર્ગ અને મકાન વિભાગના સચિવને આ માર્ગ તાત્કાલિક અસરથી ગુણવત્તાસહિત ફરીથી તૈયાર કરાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તેમજ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે તપાસ સોંપવામાં આવી છે.મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ચાલતા તમામ બાંધકામોમાં ગુણવત્તા પ્રથમ પ્રાથમિકતા રહેશે. જ્યાં ક્યાંય નાની ક્ષતિ જણાશે ત્યાં જનહિતમાં તાત્કાલિક સુધારણા કરાશે અને જ્યાં ગંભીર બેદરકારી અથવા ખામી સાબિત થશે ત્યાં જવાબદાર કસૂરવારો સામે કોઇપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા બાંધકામની ગુણવત્તા સાથે કોઇ સમજૂતી નહીં કરવામાં આવે તેવો કડક સંદેશો આ બેઠક મારફતે આપવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!