જય જય ગરવી ગુજરાત…!

શીતલ ઠાકર,ગાંધીનગર!
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલ પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને પ્રાપ્ત “પોપ્યુલર ચોઈસ” શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ વિધિવત્ રીતે નવી દિલ્હી ખાતે એનાયત…
નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંતભાઈ પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોરભાઈ બચાણીએ સ્વીકાર કર્યો…
‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરાયો; સતત ચાર વર્ષ પોપ્યુલર ચોઈસ એવોર્ડની સાથે વર્ષ 2024માં જ્યુરીઝ્ ચોઈસ એવોર્ડ સાથે ગુજરાતને ચાર વર્ષમાં કુલ 5 એવોર્ડ એનાયત…




