તાલુકા વિકાસ અધિકારી ૮૦,૦૦૦ હજારની લાંચ લેતા ઝડપાયા

શીતલ ઠાકર,ગાંધીનગર
જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરી આ કામના ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેના મળી કુલ રૂા.૧,૬૫,૦૦૦/- લાંચની માંગણી કરી જે ફરિયાદી આપવા માગતાં નહોઈ એ.સી.બી. કચેરીનો સંપર્ક કરેલ તા.૦૨/૦૨/૨૦૨૬ ના રોજ જુનાગઢ એ..સી.બી કચેરી દ્વારા તાલુકા પંચાયત કચેરી, મેંદરડા, જી. જુનાગઢ ટ્રેપ ગોઠવણી કરવામાં આવેલ હતી જેમાં કુલ રૂા.૧,૬૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ જેના અડધા પૈસા આજે આપી જવા જણાવતાં ફરીયાદી પાસેથી આરોપી તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા, TDO (વર્ગ-2), મેંદરડા, જી. જુનાગઢ.એ રૂ.૮૦,૦૦૦/- પંચો રૂબરૂ સ્વીકારેલ હતી.આ સફળ ટ્રેપ કરનાર પી.આઈ. જે.બી.કરમુર અને જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ટીમ ને સુપરવિઝન અધિકારી: શ્રી એમ.પી.સોલંકી, મદદનીશ નિયામક, એ.સી.બી., જુનાગઢ એકમ ને ઇન્ચાર્જ અધિકારી: શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી., રાજકોટના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ નું આયોજન કરવામાં આવેલ હતું.




