ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં સા. કાં. જિલ્લા નવનિયુક્ત હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઈ

જીજ્ઞેશ સોની હિંમતનગર
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સૂચનાથી થી સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે જિલ્લાના નવીન હોદ્દેદારોની નિમણૂક કરેલ છે તેના બીજા દિવસે પ્રાંતિજ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમા નવીન હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઈ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ રાઠોડ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહજી ચૌહાણ, મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ,બીપીનભાઈ ઓઝા, ગણપતસિંહ ઝાલા સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ હોદ્દેદારો, મોરચાના, સહિતના હોદ્દેદારોને આગામી સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનમાં કેવી રીતે કામ કરવું તે વિશે પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈએ નવીન હોદ્દેદારોને માર્ગદર્શન આપેલ.





