રાજપુરમાં પ્રસુતિ સહાયના નાણાં અપાવવાનું કહી રૂ.૯પ હજારની છેતરપીંડી કરતાં ફરીયાદ

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાજપુર ગામે રહેતા એક યુવાનને ત્રણ મહિના અગાઉ એક અજાણ્યા શખ્સે મોબાઈલ પર ફોન કરીને તેમની પત્નિની પ્રસુતિની સહાયના નાણાં જમા કરાવવા માટે બેંકનો એકાઉન્ટ નંબર માંગ્યો હતો તથા તેમના કુંટુંબી ભાઈનો પણ એકાઉન્ટ નંબર માંગી અંદાજે રૂ.૯૪,૯ર૭ની છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે રાજપુર ગામે રહેતા કેરીસિંહ ધુળસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.રર-૧૦-ર૦રપના રોજ તેમના મોબાઈલ પર એક અજાણ્યા મોબાઈલ ધારક નંબર ૭૬૬૭૦૮૩૩૭૧ પરથી આ અજાણ્યા શખ્સે કેરીસિંહ પરમાર સાથે વાત કરીને કહયું હતું કે તેમની પત્નિની પ્રસુતિ સહાયના નાણાં જમા કરાવવાનું કહી તેમના ભાઈ સુરેશસિંહના બેંકના એકાઉન્ટમાં ઓટીપી માંગી રૂ.૧૦ હજાર તથા તેમના કુંટુંબી ભાઈ કૃષ્ણકાંત જેશીંગભાઈ પરમારના બેંક એકાઉન્ટનો ઓટીપી નંબર મેળવી લીધા બાદ આ અજાણ્યા શખ્સે તબક્કાવાર રૂ.૯૪,૯ર૭ ઉપાડી લીધા હતા. જે અંગે ખબર પડયા બાદ કેરીસિંહ પરમારે બેંકના ખાતાઓની તપાસ કર્યા પછી પૈસા ઉપડી ગયા હોવાનું માની આ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.




