હિંમતનગરના ખાતે ઓલ ગુજરાત મુસ્લિમ પ્રીમિયર લીગ –બિગ બેશ ધમાકાનું ભવ્ય આયોજન
પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહીન કાઝીના હસ્તે વિજેતા ટીમને શીલ્ડ અર્પણ કરાયો.

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગરના લાલપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૬ રવિવારના રોજ વી.સી માર્ટ દ્વારા આયોજિત“ઓલ ગુજરાત મુસ્લિમ પ્રીમિયર લીગ – બિગ બેશ ધમાકા” ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટૂર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો સ્પેસ ટેકનોલોજી અને એચ આર કોમ્યુનિકેશન (વિજાપુર) વચ્ચે રમાયો હતો. રોમાંચક અને કઠિન મુકાબલા બાદ સ્પેસ ટેકનોલોજી ટીમ ચેમ્પિયન બની જ્યારે એચ આર કોમ્યુનિકેશન ટીમ રનર્સ અપ રહી.આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહીન કાઝી તેમજ વારિસભાઈ કાઝી( વી.સી.માર્ટ- જોયા રેસ્ટોરન્ટ)બંને મહાનુભવોના કરકમળ દ્વારા ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમોને ટ્રોફી અને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.આ ટૂર્નામેન્ટનુ ઓપનિંગ તેમજ ક્લોઝિંગ સેરેમની ભવ્ય રીતે કરવામાં આવી હતી,જેમાં ટીમ ઓનર્સ અને આયોજકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહીન કાઝીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના રમતગમતના કાર્યક્રમો યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભાઈચારા તથા એકતાનો સુંદર સંદેશ આપે છે.આ સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજકો,સહયોગીઓ,તેમજ તમામ ટીમોના ખેલાડીઓએ પ્રશંસનીય યોગદાન આપ્યું હતું. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ઓલ ગુજરાત મુસ્લિમ પ્રીમિયર લીગ – બિગ બેશ ધમાકા ટૂર્નામેન્ટ ઉત્સાહ,રમતગમતની ભાવના અને ભવ્ય આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું.




