હિમતનગર

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હજયાત્રીઓનું હેલ્થ ચેકઅપ શરૂ

સાબરકાંઠા જિલ્લામાંથી ૩૪૦ હજયાત્રીઓ જશે હજ

શીતલ ઠાકર,ગાંધીનગર

આરોગ્ય તપાસ અને વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ

હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરાઈ

રોજના ૧૦૦ હજયાત્રીઓને ચેકઅપ માટે બોલાવવામાં આવે છે

ચાર દિવસ સુધી ચાલશે સવારે ૯ થી સાંજના પાંચ વાગ્યા સુધી કામગીરી આરોગ્ય ચેકઅપ પ્રક્રિયા

સાબરકાંઠા જિલ્લાના હજયાત્રીઓ માટે દોઢ મહિના બાદ હજ માટે સાઉદી અરબ જવા તૈયાર થતા આરોગ્ય ચેકઅપની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાંથી કુલ ૩૪૦ હજયાત્રીઓ હજ અદા કરવા જશે, જેને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા સોમવારથી વિશેષ આરોગ્ય તપાસ અને વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હજયાત્રીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રથમ કેસ પેપર કાઢ્યા બાદ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારબાદ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય તપાસણી કરી જરૂરી વેક્સિનેશન આપવામાં આવે છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હજયાત્રીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રથમ કેસ પેપર કાઢ્યા બાદ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારબાદ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય તપાસણી કરી જરૂરી વેક્સિનેશન આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રોજના ૧૦૦ હજયાત્રીઓને બોલાવવામાં આવી રહ્યા છે. સવારે ૯ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા ચાર દિવસ સુધી ચાલશે. હજ દરમિયાન યાત્રીઓનું આરોગ્ય સુસ્થ રહે તે માટે આગોતરી તકેદારી રૂપે આ ચેકઅપ અને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, જેથી હજયાત્રીઓ નિશ્ચિંત થઈ પોતાની પવિત્ર યાત્રા પૂર્ણ કરી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!