હિંમતનગરના મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં ૧૩ મીએ ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થડે રજુ થશે

જીગ્નેશ સોની હિંમતનગર
ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું ટ્રેલર બુધવારે પ્રસિધ્ધ કરાયા બાદ આ ફિલ્મમાં વિવિધ ભુમિકા ભજવનાર કલાકારોએ હિંમતનગરની મુલાકાત લીધા બાદ મિડિયા સમક્ષ તેની વિગતો રજુ કરી હતી. ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ઉપસ્થિત રહ્યા હતા. હાઈ-વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરાયું હતું છે. સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ ફિલ્મને પ્રોડયુસ કરી છે. આ ગુજરાતી ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બર્થડેએ એક એવી રહસ્યમયી વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. આ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ તાલુકાના પ્રકરણની સાથે વણાયેલી છે.





