ઇડર

ઈડરના માનપુરાની સીમમાંથી રૂા. પ૩ હજારથી વધુની વિસ્ફોટક સામગ્રી સાથે એક ઝડપાયો.

જીગ્નેશ સોની હિંમતનગર

ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માન પુરા ગામની સીમમાંથી સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે બુધવારે ઈડર તાલુકાના રાઓલ ગામના એક શખ્સને નાઈટ્રેટ મિકસર ટોટા, ડિટોનેટર કેપ અને વાયર સહિતના રૂા. પ૩,પ૯ર ની વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી લઈ તેની વિરૂધ્ધ એક્સપ્લોજીવ એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે એસઓજીના પી.આઈ ડી.સી.પરમાર, અને પી.એસ.આઈ પી.એમ.ઝાલા તથા સ્ટાફ ના એ.એસ.આઈ વિનોદભાઈ રાઠોડ અને ઝાઈદહુસેન સૈયદ દ્વારા બુધવારે એ.ટી.એસ ચાર્ટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે જાદર પોલીસ સ્ટેશનની હદમાં એસઓજીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાઈક નં. જીજે૦૯ડીજે ૩૬૩૪ પર બેસી રાઓલ ગામનો હિતેશ પ્રતાપજી ગેરકાયદે રીતે વિસ્ફોટક સામગ્રી બાઈક પર લઈ જઈ રહ્યો છે. જે આધારે પોલીસે તેને માનપુરા ની સીમમાં અટકાવી તપાસ કરતાં તેના કબજામાંથી નાઈટ્રેટ મિકસરના ૦૯, ૧ર ડિટોનેટર કેપ અને વાયર મળી અંદાજે રૂા. પ૩,પ૯ર નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે પકડાયેલા હિતેશ પ્રતાપજીની જરૂરી પુછપરછ કરી એક્સપ્લોજીવ એક્ટ ૧૯૮૪ની કલમ ૯(બી),૧(બી) મુજબ જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!