હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે Prevention of Sexual Harassment (POSH) Awareness Workshop નું આયોજન

Prevention of Sexual Harassment (POSH) Awareness Workshop
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે Prevention of Sexual Harassment (POSH) Awareness Workshop નું આયોજન તા.૦૪-૦૨-૨૦૨૬ (બુધવાર) ના રોજ કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. બીનલ એસ. પટેલ, સીનીયર લાઈબ્રેરીયન ડૉ.વૈદેહી પંડ્યા તથા અધ્યાપક ડૉ. જયપ્રકાશ પી. જાની દ્વારા જાતીય સતામણી સંબંધિત કાયદા, POSH અધિનિયમની જોગવાઈઓ તથા માનનીય સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના મહત્વપૂર્ણ (સીમાચિન્હરૂપ) ચુકાદાઓના ઉદાહરણો સાથે વિષયને સરળ અને સમજણભર્યા રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે, વિદ્યાર્થીઓને એ પણ સમજાવવામાં આવ્યું કે જાતીય સતામણી શું છે, તેની ફરિયાદ કરવાની યોગ્ય પ્રક્રિયા શું છે અને આવા બનાવોને રોકવા માટે વ્યક્તિગત તેમજ સંસ્થાગત સ્તરે કયા પગલાં લઈ શકાય.
વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિષય સંબંધિત પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!