સાબરકાંઠા

ગાંધીનગર રેન્જ આઈ. જી ના વાર્ષિક ઇન્સ્પેકશનના બીજા દિવસે,પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ બાદ લોકદરબાર યોજાયો.

સાબરકાંઠા જીલ્લામાં આજે ગાંધીનગર રેન્જ આઈ જી ના વાર્ષિક ઇન્સ્પેકશનના બીજા દિવસે પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ બાદ લોક દરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક,સાયબર ફ્રોડ અને સીસીટીવી અંગેની રજૂઆત કરવામાં આવી હતી.આ અંગેની વિગત એવી છે કે,ગાંધીનગર રેંજ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ વાર્ષિક ઇન્સ્પેકશન માટે સાબરકાંઠાના હિંમતનગરમાં ગુરુવારે બપોર બાદ આવ્યા હતા.જ્યાં સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાથે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકશન કર્યું હતું.

હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે સવારે બીજા દિવસે વાર્ષિક ઇન્સ્પેકશન શરુ થયું હતું.પ્રથમ જીલ્લાની પરેડનું નિરક્ષણ કર્યા બાદ પરેડ માર્ચ કરવામાં આવી હતી.ત્યારબાદ વિવિધ ઇવેન્ટો જેમાં રાયફલ પીટી,ખાલી હાથ પીટી,લોગ પીટી,લાઠી ડ્રીલ,વેપન ટ્રેનિંગ,કેદી પાર્ટી,મેડીસીન બોલ,ગાર્ડ માઉન્ટીગ,યોગાસન,કરાટેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસઓજીઅને એલસીબી દ્વારા ચેક પોસ્ટ,બિલ્ડીંગ ઇન્ટરવેશન, મોબડ્રીલ રજુ કરવામાં આવ્યું હતું.વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ અને જીલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતા લોક દરબાર યોજાયો હતો.જેમાં સાબરકાંઠા જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમણે પોતાના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા,સીસીટીવી લગાવવા અને સાબર ફ્રોડ વિષેની રજુઆતો કરી હતી.આ પ્રસંગે હેડ ક્વાર્ટસ ડીવાયએસપી પાયલ સોમેશ્વર,SC/ST સેલ ડીવાયએસપી કુલદીપ નાયી,ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલ, એસઓજી પી.આઈ ડી.સી.પરમાર, એલસીબી પીઆઇ ડી.સી.સાકરિયા,હિંમતનગર એ ડીવીઝન પી.આઈ પી.એમ.ચૌધરી,બી ડીવીઝન પી.આઈ એમ.ડી.ચૌહાણ, સહીત પોલીસ સ્ટેશનના પી.આઈ પી એસઆઇ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીજ્ઞેશ સોની હિંમતનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!