સાબરકાંઠા જિલ્લામાં મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો ગણતરી તબક્કો ૧૪ ડિસેમ્બરે પૂર્ણ થયો

સાબરકાંઠા જિલ્લામાં મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી, હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેમાં વાંધા અરજીઓ કરી શકાશે.
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત આજરોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી દરેક વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો, ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને ચૂંટણી અધિકારીશ્રીની કચેરીઓએ સામાન્ય નાગરિકોની જાણ માટે ઉપલબ્ધ કરાવાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને મુસદ્દા મતદારયાદી તથા ASD મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી. મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો ગણતરી તબક્કો ૧૪ ડિસેમ્બરે પૂર્ણ થયો છે. જે મતદારો પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા નથી અથવા જેઓ ગેરહાજર, સ્થળાંતરિત કે મરણ પામેલ છે, તેવા કુલ ૯૯,૯૧૦ નામોનો હાલની મુસદ્દા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાબરકાંઠા જીલ્લામાં કુલ ૧૧,૬૧,૧૨૮ મતદારોની SIR અંતર્ગત ખરાઇ કરવામાં આવેલ. જે પૈકી મરણ પામેલ ૩૩૧૪૭, મતદારો, ગેરહાજર હોય તેવા ૧૧૩૫૨ મતદારો, કાયમી સ્થળાંતર પામેલા હોય તેવા ૪૪૯૮૮ મતદારો, બે જગ્યાએ નોંધાયેલા હોય તેવા ૯૪૦૦ મતદારો તથા અન્ય કારણોસર EF ફોર્મ જમાં કરાવી શક્યા ન હોય તેવા ૧૦૨૩ મતદારો મળી કુલ ૯૯૯૧૦ મતદારોના નામોનો મુસદૃા મતદારયાદીમાં સમાવેશ થયો નથી.જોકે હકક-દાવા અને વાંઘા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુઘી નિયત કરવામાં આવ્યો છે જેમાં અરજદારો વાંધા અરજી કરી શકશે જોકે આગામી તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી અને ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
શીતલ ઠાકર,ગાંધીનગર




