સાબરકાંઠા

હોલાઈ માતાજી તથા બ્રહ્માણી માતાજી મંદિરના પ્રોટેક્શન દીવાલના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત  હિંમતનગરના ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું

હોલાઈ માતાજી તથા બ્રહ્માણી માતાજી મંદિરના પ્રોટેક્શન દીવાલના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત  હિંમતનગરના ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું

હિમતનગર તાલુકાના નવલપુર (ભટોડા) ગામે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા હોલાઈ માતાજી તથા બ્રહ્માણી માતાજી મંદિરના પરિસરમાં મંદિરની સુરક્ષા અને સંરક્ષણના હેતુસર અંદાજિત રૂ. ૯ લાખના ખર્ચે નિર્માણ થનારી પ્રોટેક્શન દીવાલના વિકાસ કા.ખાતમુહૂર્ત હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી શ્રી ભવરસિંહ ચૌહાણ,તાલુકા સદસ્ય શ્રી ગોબરસિંહ ચૌહાણ,તાલુકા સદસ્ય શ્રી પ્રવિણસિંહ રાઠોડ,મંડલ ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ,બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી જયેશભાઈ બારોટ,સંગઠન મંત્રી શ્રી અનિલસિંહ રાઠોડ,નવલપુર (ભટોડા) ગામના સરપંચ શ્રી અનવરસિંહ,માથાસુલિયા ગામના સરપંચ શ્રી જગતસિંહ પરમાર, રાજપુર (ગા) ગામના સરપંચ શ્રી પોપટસિંહ,શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી શક્તિસિંહ પરમાર,તેમજ શ્રી પુષ્પરાજસિંહ જોધ્ધા,શ્રી ભગવાનદાસભાઈ ચૌધરી,શ્રી પંકજભાઈ ત્રિવેદી,ગાંભોઈ ગામના સરપંચ શ્રી જગતસિંહ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ગામના અગ્રણીશ્રીઓમાં શ્રી બાદરસિંહજી, શ્રી ભીખુસિંહજી, શ્રી જશવંતસિંહજી, શ્રી રજુસિંહજી, શ્રી રણજીતસિંહજી, શ્રી ભરતસિંહજી, શ્રી બળવંતસિંહજી, શ્રી ભીમસિંહજી, શ્રી દશરથસિંહજી, શ્રી રમેશસિંહજી, શ્રી કિરણસિંહજી, શ્રી ધનરાજસિંહજી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી. શીતલ ઠાકર,ગાધીનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!