ગાંધીનગર

ક્રિસ્ટલ સ્કૂલ માણસામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માણસાની ક્રિસ્ટલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગંગા સમગ્ર ટીમ દ્વારા પર્યાવરણ જાગૃતિના હેતુસર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ હોદ્દેદારશ્રી ક્ષમાબેન શેઠ, ગાંધીનગર જિલ્લા અધ્યક્ષશ્રી વૈશાલીબેન બેલાણી, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી રાકેશભાઈ પટેલ, તેમજ કિંજલબેન ગોસાઈ તથા જયદીપગીરી ગોસાઈ,જ્યોતિબેન વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલનમાં ગંગા સમગ્રના અગ્રણી તેમજ ક્રિસ્ટલ સ્કૂલના સંચાલકશ્રી અમિતભાઈ તીરગર સાહેબે મહત્વની ભૂમિકા ભજવી હતી.કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્યાવરણ જાગૃતિ માટેના શપથ લીધા હતા.તેમજ તે અંગેની જાણકારી મેળવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!