ધર્મ

હિંદુ ધર્મની સેવા પરંપરાનું સુંદર ઉદાહરણ

શીતલ ઠાકર,ગાંધીનગર

વાંટડા : કરણપુર વોટડા હનુમાનજી મંદિર ખાતે નિવાસ કરતા સંત શ્રી બાલકદાસજી મહારાજ દ્વારા આશ્રમશાળાના બાળકો માટે તા.૦૧/૦૧/૨૦૨૬ ગુરૂવાર, પોષ સુદ તેરસના પવિત્ર દિવસે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામધુન બાદ આશ્રમશાળાના તમામ બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. હિંદુ ધર્મમાં સેવા, દયા અને કરુણાને સર્વોચ્ચ માનવામાં આવે છે, તે ભાવને ચરિતાર્થ કરતા સંત શ્રી બાલકદાસજી મહારાજ દ્વારા દર ગુરૂવારે નિયમિત રીતે આશ્રમશાળાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. તેમની આ ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિથી બાળકોમાં સંસ્કાર, ભક્તિ અને માનવતા વિકસે છે.સંતશ્રીની આ નિઃસ્વાર્થ ધાર્મિક સેવાભાવના બદલ ગ્રામજનો તથા ભક્તોએ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!