ધર્મ

ઈડરમાં અષાઢી બીજની રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ, નગર ઉત્સવ સમિતિની બેઠકમાં આયોજનને અંતિમ ઓપ

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આગામી તા. 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની અષાઢી બીજની રથયાત્રાને લઈ તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રથયાત્રાના સફળ આયોજન માટે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા રામજી મંદિર ખાતે બેઠક યોજી વિવિધ આયોજનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઈડરમાં વર્ષોથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ વર્ષની રથયાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે યોજાયેલી બેઠકમાં રથયાત્રાના રૂટ, ધાર્મિક કાર્યક્રમો, શહેરના સુશોભન, વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

નગર ઉત્સવ સમિતિ છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં બેઠકો યોજી રહી છે. જેમાં સંત-મહંતો, વિવિધ સમાજોના આગેવાનો અને સમિતિના કાર્યકરો જોડાઈ રથયાત્રાના સફળ આયોજન માટે સૂચનો આપી રહ્યા છે.

સમિતિએ જણાવ્યું હતું કે રથયાત્રા મહોત્સવ અંતર્ગત તા. 10થી 15 જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર શહેરને આકર્ષક રીતે શણગારવામાં આવશે તેમજ વિવિધ અખાડાઓના શૌર્ય પ્રદર્શન રથયાત્રાનું વિશેષ આકર્ષણ બનશે.

બેઠકમાં નગર ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રદીપ ખરાદી, ઉપપ્રમુખ કુણાલ સગર અને ખજાનચી ભવરલાલ સોનીએ આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે મહાકાલેશ્વર મંદિરના મહંત મહાકાલ ગીરી મહારાજ, રામજી મંદિરના મહંત, કૈલાશભાઈ, પ્રકાશભાઈ પરમાર, વિષ્ણુભાઈ સગર, વી.કે. પટેલ, સંજયભાઈ સોની, વિપુલભાઈ લોનવાલા, કિશનભાઈ સોની સહિત નગર ઉત્સવ સમિતિના કાર્યકરો અને ઈડર શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!