ધર્મ

શ્રી ગોકુલેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર જપ યોજાયો

હિંમતનગરના ગોકુલનગર સ્થિત શ્રી ગોકુલેશ્વર મહાદેવ મંદિરમાં કમલા એકાદશીના પાવન દિવસે ભક્તિભાવભર્યું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે ભક્તો દ્વારા “ૐ નમો ભગવતે વાસુદેવાય” ના સવા લાખ મંત્રોના જપ કરવામાં આવ્યા હતા.

આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. મંત્ર જપ પૂર્ણ થયા બાદ ભગવાન પુરુષોત્તમની આરતી, થાળ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ હરિભક્તોને કમલાબા રણજીતસિંહ ચાવડા પરિવાર તરફથી ફળાહાર કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સફળ સંચાલન બાબુભાઈ રામી અને જય ભોલે ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદીપભાઈ પાઠક, મોહનલાલ શર્મા, ભરતભાઈ મોદી, મુકેશભાઈ ચાવડા સહિત અનેક સેવાભાવી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી અમાસના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવનાર હોવાનું પણ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. આ કથાના યજમાન તરીકે મંજૂલાબેન કનુભાઈ મોદી સેવા આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!