જિલ્લા પોલીસ કચેરી તાલીમ ભવન ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલના વિધાર્થીઓ દ્વારા નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી અને ટ્રાફિક પીઆઈ અને પીએસઆઇ ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ નો કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે આજે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9 અને 10 ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે તાલીમ ભવનમાં આજે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના લગતા ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાયું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર અને કુલદીપ નાયી ઉપસ્થિત રહીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જોકે સ્કૂલના વિધાર્થીઓ દ્વારા વિવિધ ટ્રાફિકની લઈને ચિત્ર દોરીને સંદેશો આપ્યા હતા. આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા વિધાર્થીઓને ટ્રાફિક અંગે નિયમો સહિત ટ્રાફિકનું પાલન કરવામાં આવે તેવી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. જોકે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિધાર્થીઓને ચિત્ર સહિત નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારને ટ્રાફિક અંગે બુક આપીને માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માસમાં ટ્રાફિકની લગતા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. ટ્રાફિક અવરનેસ ને લઈને ચિત્ર સ્પર્ધામાં પીઆઈ અને પીએસઆઇ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. ચિત્ર સ્પર્ધા માં પ્રથમ, સેકંડ અને તૃતીય આવનાર વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહન કર્યા હતા. ત્યારબાદ વિધાર્થીઓને જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં વિવિધ વિભાગમાં મુલાકાત કરવી હતી.
ચિત્ર અને નિબંધ સ્પર્ધા માં વિવિધ સ્કૂલના વિધાર્થીઓ એ ભાગ લીધો





