Uncategorized

સાબરકાંઠા જિલ્લાના કમલેશકુમાર ડાહ્યાભાઈ પરમારે બ્લેક બેલ્ટ ની પરિક્ષા પાસ કરી

સંજય ગાંધી, હિમતનગર

રાષ્ટ્રીય ITOSU-RYU KARATEDO INDIA નેશનલ ટૂર્નામેન્ટ કામશેટ (પુણે જિલ્લા), મહારાષ્ટ્રમાં ચીફ ટેકનિકલ ડાયરેક્ટર શિહાન જોજી અબ્રાહમના નેતૃત્વ હેઠળ ઇતોસુ-રિયુ કરાતે ડો ઇન્ડિયા દ્વારા આયોજિત ૪૩મા રાષ્ટ્રીય ઇતોસુ-રિયુ કરાતે કોચિંગ કેમ્પ અને ટુર્નામેન્ટ પુણે જિલ્લાના કામશેટ ખાતે યોજાઈ હતી.આ ચેમ્પિયનશિપમાં ભારત દેશના ૬ જેટલા રાજ્યો એ ભાગ લીધો હતો તેમાંથી ગુજરાતના ૪૦ જેટલા સભ્યોની ટીમ ચીફ ઈન્સ્ટ્રક્ટર સેન્સેઈ ઉમંગ એમ પરમારના નિપુણ માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના કમલેશકુમાર ડાહ્યાભાઈ પરમારે બ્લેક બેલ્ટ ની પરિક્ષા પાસ કરી ને બ્લેક બેલ્ટ ની સિદ્ધી પ્રાપ્ત કરી સમાજ તથા સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે . અને તેમને સેન્સેઈ ઉમંગ પરમાર 5th Dan (જાપાન)બ્લેક બેલ્ટ, ટેકનીકલ ઈન્સ્ટ્રકટર ગુજરાત રાજ્ય દ્વારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!