હિમતનગર

હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકોને પતંગ વિતરણ

૨૦૦ વધુ નાના બાળકોને પતંગની કીટ આપવામાં આવી

શીતલ ઠાકર,ગાંધીનગર

– નાના બાળકોને પતંગની કીટ ધારાસભ્યન હસ્તે આપવામાં આવી

– શામળાજી મંદિરના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

હિંમતનગર શહેરના કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં આવેલ ધારાસભ્ય વિ. ડી. ઝાલાની ઓફિસ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવાર અને જરૂરિયાતમંદ બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થભાઈ પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.ઉત્તરાયણના પાવન પર્વની હવે બે દિવસ બાકી છે. ત્યારે ઉત્તરાયણના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકોને પતંગો વિતરણ કરવામાં આવ્યો હતો. જોકે તહેવારને લઈને નાના બાળકોને પતંગની કીટ ધારાસભ્ય વી.ડી. ઝાલા, સિદ્ધાર્થભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના હસ્તે આવતા તેમના બાળકોના ચહેરા પર ખુશીની ઝળહળાટ જોવા મળી હતી. પતંગ મેળવી બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. જોકે શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઇ પટેલ દ્વારા દર વર્ષે નાના બાળકોને પતંગના કીટ આપવામાં આવે છે.
જોકે તહેવારો સૌ માટે આનંદદાયક બને તે હેતુસર આવા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦ વધુ નાના બાળકોને પતંગની કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો તથા કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ઉત્તરાયણ પર્વની આ અનોખી ઉજવણીથી માનવતાનો સંદેશ પ્રસરી ગયો હતો. અને ગરીબ પરિવારના બાળકો માટે આ પળો યાદગાર બની રહી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!