સાબરકાંઠામાં ઉતરાયણ પૂર્વે પતંગ બજારમાં મંદી, વેપારીઓ ચિંતિત

શીતલ ઠાકર,ગાંધીનગર
– હિંમતનગરમાં વિવિધ વિસ્તારોમાં પતંગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા
– મંદીનો માહોલ છવાયેલો હોવાથી વેપારીઓને નુકસાન થવાની ભીતિ
– ઉતરાયણ પર્વ હોવા છતાં બજારમાં અપેક્ષા મુજબની ખરીદી જોવા મળતી નથી
સાબરકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પતંગના સ્ટોલોમાં ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. મોંઘવારીના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે. આવતીકાલે ઉતરાયણ પર્વ હોવા છતાં બજારમાં અપેક્ષા મુજબની ખરીદી જોવા મળતી નથી સાબરકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પતંગના સ્ટોલોમાં ગ્રાહકોની હાજરી નહિવત જોવા મળી રહી છે. મોંઘવારીના માહોલને કારણે પતંગ વેપારીઓ ચિંતામાં મુકાયા છે. આવતીકાલે ઉતરાયણ પર્વ હોવા છતાં બજારમાં અપેક્ષા મુજબ ખરીદી થતી નથી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પતંગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ મંદીનો માહોલ છવાયેલો જોવા મળે છે. વેપારીઓનું કહેવું છે કે મોંઘવારી અને ખર્ચમાં વધારો થવાને કારણે લોકો જરૂરિયાત સિવાયની વસ્તુઓ ખરીદવાથી દૂર રહી રહ્યા છે. પરિણામે આ વર્ષે ઉતરાયણમાં વેપારીઓને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.




