હિમતનગર

મહાવીરનગર એ ડિવિઝન વિસ્તારમાં ગટરનું ગંદું પાણી રોડ પર સ્થાનિકો પરેશાન.

સંજય ગાંધી,હિમતનગર

હિંમતનગર શહેરના મહાવીરનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગટરનું ગંદું પાણી રોડ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગટર ઓવરફ્લો થવાના કારણે મુખ્ય રસ્તાઓ પર ગંદું પાણી ભરાઈ રહેતા વાહનચાલકો તથા પગપાળા ચાલનારાઓને મુશ્કેલી પડી રહી છે.ગટરનું ગંદું પાણી ખુલ્લેઆમ રોડ પર વહેતાં આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળા ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!