હિંમતનગરના ઘરફોડીયા ઝાકીર શેખ ઉર્ફે ચૂઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠાના હિંમતનગર, ખેડાના કપડવંજ અને અમદાવાદના વટવા તથા સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હિંમતનગરના એક ઘરફોડીયાને સાબરકાંઠા જિલ્લા પોલીસવડા તથા એલસીબી દ્વારા જિલ્લા કલેકટરને તેની વિરૂધ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કરાયેલી દરખાસ્તને જિલ્લા કલેકટરે ગ્રાહ્ય રાખી અટકાયત કરી જેલમાં ધકેલી દેવાના હૂકમના ભાગરૂપે હિંમતનગરના આ ઘરફોડીયાને સોમવારે ધરપકડ કરી પાસાના ગુનામાં તેને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયાના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૧ માં અમદાવાદના વટવા અને સાણંદ, ખેડાના કપડવંજ તથા હિંમતનગર બી.ડીવીઝનમાં ઘરફોડ ચોરીના મળી આઠ ગુનામાં સંડોવાયેલ ઝાકીર ઉર્ફે ચુઓ અઝીઝભાઈ શેખ હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ સરકારી આવાસમાં રહેતા આ ઘરફોડીયા વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદ બાદ એલસીબીએ થોડાક સમય અગાઉ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલી આપી હતી.ત્યારબાદ જિલ્લા કલેકટરે આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી પાસાનો હૂકમ કરતા એલસીબીએ સોમવારે તેની ધરપકડ કરી અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.




