સાબરકાંઠા
પોશીનાના ગણેરમાં ખેતરમાં ભેલાણ કરવા બાબતે ઝઘડો થતાં બે વિરૂધ્ધ ફરિયાદ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગણેર ગામની સીમમાં બે દિવસ અગાઉ ખેતરમાં વાવેતર કરેલ દિવેલાના પાકમાં બે જણાએ પશુઓ ચરાવી દઇ ભેલાણ કરી મારા મારી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.
આ અંગે ગણેર ગામે રહેતા રમેશ જોરાભાઇ ગમારે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧૮ એપ્રિલના રોજ સવારના સુમારે તેમના ખેતરમાં શૈલેષ અરજણભાઇ ગમાર, અરજણ લુંબાભાઇ ગમાર ઢોર લઇને દિવેલાવાળા ખેતરમાં જઇ પાકને નુકશાન કર્યુ હતુ. જે અંગે કહેવા જતાં શૈલેષ ગમારે ઉશ્કેરાઇ જઇ કુહાડીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અરજણ ગમારે પણ ઉપરાણુ લઇ આવી ગડદાપાટુનો માર મારી બન્ને જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રમેશ ગમારે બન્ને વિરૂધ્ધ સોમવારે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




