પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાને સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી
લક્ષદ્વીપ તથા દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાને ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લક્ષદ્વીપ તથા દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય હિંમતનગર સેવા કેન્દ્રે ઈશ્વરીય સેવા ના ૫૦ વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે સંસ્થાના નવા ભવન ‘શાંતિ સરોવર’નું નિર્માણ કાર્ય પૂર્ણ થવા આવ્યું છે. અને તેમાં સેવાઓની શરૂઆત પણ કરવામાં આવ્યા હતા. સુવર્ણ જયંતિ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મહોત્સવનું ઉદ્ઘાટન લક્ષદ્વીપ તથા દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ શહેરના આગેવાનોના હસ્તે ભવ્ય દીપ પ્રગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. જોકે સુવર્ણ જયંતિ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બી.કે. શિવાની દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “સદા સ્વસ્થ અને ખુશહાલ જીવનની કળા” વિષય પર આધ્યાત્મિક પ્રવચન આપી ઉપસ્થિત જનસમૂહને માર્ગદર્શન આપ્યું હતું. આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો હાજર રહ્યા હતા.

૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી
હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું




