હિંમતનગરના અદાપુરમાં જમીન વેચવા બાબતે ઝઘડો થતાં બે વિરૂધ્ધ ફરીયાદ

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અદાપુર ગામે જમીન વેચવા બાબતે સહી કરવાની ના પાડવાના મામલે એક દંપતીએ ઉશ્કેરાઈ જઈ સામે પક્ષે મહિલાને ગાળો બોલી ધારીયાથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે અદાપુર ગામના લીલાબેન દિલીપસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ બુધવારે સવારના સુમારે તેમની સાથે ગામમાં રહેતા અજમેલસિંહ છગનસિંહ પરમાર અને તેમના પત્નિ શાંતાબેન પરમારે આવીને લીલાબેનના પતિ દિલીપસિંહને કહ્યું હતુ કે આપણી જમીન વેચવાની છે તું કેમ સહી કરવાની ના પાડે છે તેમ કહી જાહેરમાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતુ. જેથી લીલાબેને ગાળો બોલવાની ના પાડતા અજમેલસિંહ અને શાંતાબેને ઉંધુ ધારીયું ઉગામીને લીલાબેન પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આ બંને જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે લીલાબેને બંને વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જીજ્ઞેશ સોની હિંમતનગર




