સાબરકાંઠા

ક્રિકેટ સટ્ટાની તપાસના વિવાદમાં હિંમતનગર સાયબર ક્રાઈમ અધિકારીઓ સામે શંકાની સોય

સરકારી લાભાર્થીઓના બેંક એકાઉન્ટ ભાડે રખાતા હતા,ગાંધીનગર રેન્જ આઈજીએ પી.આઈને તપાસ સોંપી

જીજ્ઞેશ સોની હિંમતનગર

ચાર શખ્સોની ટોળકીને ઝડપી સાયબર ક્રાઈમે ગુનો નોંધી ચૂપચાપ કાર્યવાહી કરી દીધી

હિંમતનગરના ત્રણ ઠેકાણે આવેલ સરકારી આવાસોમાં રહેતા લગભગ ૬૦ થી વધુ રહીશોના બેંક ખાતા ભાડે લેવા માટે કમિશનની લાલચ આપી કચ્છના રાપર, અમદાવાદ અને ગાંધીનગરના ચાર જણાએ આર્થિક લાભ મેળવવા માટે ક્રિકેટના સટ્ટામાં નાણાં રોકી કમાણી કરવાના આશયનો થોડાક દિવસ અગાઉ પર્દાફાશ થયા બાદ હિંમતનગર સાયબરક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ ચાર જણાની અટકાયત કર્યા પછી સાયબરક્રાઈમ અને અન્ય અધિકારીઓએ અગમ્ય કારણોસર ચૂપચાપ આ ચારેય જણાની ધરપકડ બતાવીને બારોબાર કોર્ટમાં રજૂ કરી ગોલમાલ કરી હોવાની આશંકાને લઈને તાજેતરમાં ગાંધીનગર રેન્જ આઈજીએ પોતાની કચેરીના એક પી.આઈને તપાસ સોંપતા સાબરકાંઠા પોલીસ આલમમાં કેટલાક અધિકારીઓની પગ નીચેથી ધરતી સરકી રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.લોક ચર્ચા મુજબ થોડાક દિવસ અગાઉ ક્રિકેટ સટ્ટાની તપાસ કરવા માટે હિંમતનગર સાયબરક્રાઈમના અધિકારીઓ ગોવા ગયા હતા. જ્યાં અધિકારીઓએ અગમ્ય કારણોસર કોઈકનો બચાવ કરવાના આશયથી ચૂપચાપ કાર્યવાહી કરાયાની ચર્ચા શરૂ થઈ છે.
આ અંગેની વિગત એવી છે કે ગત તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ હિંમતનગર સાયબર ક્રાઇમ ના પોલીસ કોન્સ્ટેબલ અનિલ સિંહ મકવાણાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ તેમની ઓફિસમાં હાજર હતા ત્યારે એવી બાતમી મળી હતી કે અમુક શખ્સો સાયબરફ્રોડના ગુનામાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટની કિટ ભાડે લેવા હિંમતનગરમાં કાર નં. જીજે૧રબીએક્સ ૯૦રપ લઈ છાપરીયા, હસનનગર સહિત અન્ય વિસ્તારોમાં કેટલાક જરૂરીયાત મંદોનો સંપર્ક કરી તેમના બેંક ખાતા ભાડે લઈ ઉંચુ કમિશન આપવાની લાલચ આપી રહ્યા છે. જે આધારે સાયબરક્રાઈમના અધિકારીઓએ વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ફરતી કાર ક્યાં જઈ ? કોનો સંપર્ક કરે છે ? તેની માહિતી મેળવ્યા બાદ કચ્છના રાપરના ૦ર અને અમદાવાદ અને ગાંધીનગરના ૦ર મળી ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પરંતુ તે પછી આ સમગ્ર કૌભાંડમાં સાબરકાંઠાના એક મહિલા અધિકારી આ સટ્ટા કૌભાંડમાં ગોવા ખાતે હાજર હોવાની ચર્ચાએ જોર પકડયા બાદ સાબરકાંઠા પોલીસે પોતાની વગનો ઉપયોગ કરીને દેખાવ ખાતર કાર્યવાહી કરી દીધી હતી અને તાજેતરમાં કોઈને જાણ પણ ન થાય તે રીતે કોર્ટમાં રજૂ કરી દીધા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
તો બીજી તરફ સાબરકાંઠા પોલીસ અને સાયબરક્રાઈમની આ કાર્યવાહી અંગે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવને ખબર પડતાં તેમણે તરત જ પોતાના સુત્રો મારફતે જરૂરી વિગતો મેળવી લીધા બાદ તેમાં શંકા જતાં રેન્જ આઈજીએ ઘટનાને દબાવી દેવાઈ હોવાની આશંકા રાખીને વધુ તપાસ કરવા માટે પોતાની કચેરીમાં ફરજ બજાવતા એક પી.આઈને તપાસ સોંપી દીધી છે. જે અંગે સાબરકાંઠા પોલીસતંત્રમાં ખબર પડી જતાં કેટલાક અધિકારીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. પણ હવે રેન્જ આઈજીના આદેશથી તપાસ શરૂ થઈ છે ત્યારે તપાસને અંતે રેન્જ આઈજી તરફથી કેવી કાર્યવાહી થશે તેના પર જિલ્લાનું પોલીસતંત્ર રાહ જોઈ રહ્યું છે.

જીજ્ઞેશ સોની હિંમતનગર

(આરોપી ના નામ)
– હાર્દિકકુમાર હરેશભાઈ રાજગોર (રહે. સનવા, તા. રાપર, જી.કચ્છ પૂર્વ-ગાંધીધામ)
– સરફરાજ સુલેમાન ઝુનેજા( રહે. અદેસર, તા. તા. રાપર, જી.કચ્છ પૂર્વ-ગાંધીધામ)
– ભરતભાઈ મણીભાઈ ઠક્કર (રહે. ઘાટલોડીયા, અમદાવાદ)
– યશ વ્યાસ( રહે. સરગાસણ, તા. ગાંધીનગર, જી. ગાંધીનગર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!