ઇડર

સપ્તેશ્વર થી દાવડ રોડ પર ખનીજ માફીયા બેફામ : ખનીજ માફીયાઓ ના હાઈવા(ડમ્પરો) પસાર થતાં રસ્તાઓ બિસ્માર હાલત માં …

આરસોડિયા થી કિશોરગઢ પર રોજે-રોજ ઓવરલોડ પસાર થતાં વાહનો કાર્યવાહી ક્યારે થશે ...

ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા

સપ્તેશ્વર થી દાવડ રોડ કલેક્ટર સાહેબ ના કહ્યા મુજબ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ ખનીજ માફીયાઓ ના હાઈવા પસાર કરવા માટે ચાલુ છે.સપ્તેશ્વર એક યાત્રા ધામ હોઇ ત્યાં પ્રવાસીઓ નો ઘસારો જોવા મળે છે પરંતુ સરકારે ભારે વાહનો ને રોકવા લોખંડના બેરેટ લગાવ્યા છે તો લગઝરી બસ મૂકી ને યાત્રાળુઓ બે કિલોમીટર ચાલી ને આવે છેપરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલા ખનન માફીયાઓ આરસોડિયા ગામમાંથી ઓવર લોડ ગાડીઓ હાઈવા પસાર થઈ રહ્યા છે તો શું આ ખનન માફીયાઓ માટે કોઈ પ્રતિબંધ નથી ખનન માફિયા ઓ ના ડ્રાઇવરો રાત ને દિવસ બેફામ રીતે સપ્તેશ્વર નદીમાંથી આરસોડિયાથી કિશોરગઢ ફૂલ સ્પીડ માં ઓવર લોડ ગાડીઓ ચલાવે છે જેથી આરસોડિયા ગામ માં રોડ રસ્તાની હાલત પણ કફોડી બની ગઈ છે જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ આરસોડિયા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ને અરજી કરવામાં આવી છે તો હવે તંત્ર આ ગેરકાયદેસર રીતે બે નંબરી ઓવર લોડ ગાડીઓ પર રોક લગાવવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!