Uncategorized

ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપીને સોંપાઈ

અગાઉ રેન્જ આઈજી કચેરીમાં ફરજ બજાવતા પીઆઈને તપાસ સોંપાઈ હતી

જીજ્ઞેશ સોની હિંમતનગર

૨૦ દિવસ અગાઉ ગોવામાં ચાલતા ક્રિકેટ સટ્ટા કૌભાંડની તપાસ કરવા માટે હિંમતનગર સ્થિત સાયબર ક્રાઈમના અધિકારીઓ ગયા હતા ત્યારે તપાસ દરમ્યાન આ સટ્ટા કૌભાંડમાં અધિકારીના લાગતા વળગતાની સંડોવણી હોવાને લઈને સમગ્ર તપાસનું ભીનું સંકેલવાનો પ્રયાસ થયો હતો પરંતુ તે અંગે રેન્જ આઈજીને ખબર પડી જતાં તેમણે ચોક્કસ માહિતીને આધારે તેમની કચેરીમાં ફરજ બજાવતા એક પીઆઈને તપાસ સોંપી હતી. દરમ્યાન અગમ્ય કારણોસર આ તપાસ પીઆઈ પાસેથી પરત લેવાયા બાદ સાબરકાંઠાના એસસી-એસટી સેલના ડીવાયએસપી કુલદીપ નાયી ને સોંપવામાં આવી છે. તેઓ તપાસ પૂર્ણ કરી અહેવાલ રેન્જ આઈજીને મોકલ્યા બાદ કદાચ નવો ધડાકો થાય તો નવાઈ નહી.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.૦૧ જાન્યુઆરી ના રોજ ગોવા ખાતે ચાલતા ક્રિકેટ સટ્ટાકાંડમાં સપડાયેલા ચારથી વધુ લોકો સમક્ષ હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. દરમ્યાન તત્કાલિન સમયે સાયબર ક્રાઈમના એક મહિલા અધિકારી તેમના પરિચિતને લઈને હવાઈ માર્ગે ગોવા પહોંચ્યા હતા. જયાં સ્થળ તપાસ કરતાં તેઓ ચોકી ઉઠયા હતા. પરંતુ સમગ્ર ઘટનાનું ભીનું સંકેલી દેવાની પેરવી કરીને અંદરખાને સમજુતી કરી દીધી હતી પરંતુ ગમે તે કારણસર આ સટ્ટાકાંડમાં તપાસનીશ અધિકારીએ કઈંક ગરબડ કરી હોવાની સચોટ માહિતી રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવને મળી હતી ત્યારબાદ તેઓ તરતજ ચોકી ઉઠયા હતા અને તપાસ કરવા માટે તેમની કચેરીમાં ફરજ બજાવતા પીઆઈ કક્ષાના એક અધિકારીને સોંપી હતી.
પરંતુ અગમ્ય કારણોસર પીઆઈ કક્ષાના અધિકારીને અપાયેલી તપાસ પરત લીધા બાદ સાબરકાંઠામાં એસસી-એસટી સેલના ડીવાયએસપી કુલદીપ નાયીને સોંપવામાં આવી હતી જે અંગે તેમણો સંપર્ક કરતાં તેમણે પણ જણાવ્યું હતું કે સટ્ટાકાંડ કૌભાંડની તપાસ કરવા માટે મને ગુરૂવારે લેખિતમાં જાણ થઈ છે જેથી સમગ્ર ઘટના અંગે મને મળેલા પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ તપાસ પૂર્ણ કરી રેન્જ આઈજીને અહેવાલ મોકલી આપીશ. હવે તપાસને અંતે કેવી કાર્યવાહી થશે તેના માટે હાલ તો રાહ જોવી રહી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!