હિંમતનગરના આડાહાથરોલ નજીકથી ૬ કિલોથી વધુ અફીણના જથ્થા સાથે બે પકડાયા
ગાંભોઈ પોલીસની સરાહનીય કામગીરી એનડીપીએસ એકટના ભંગ બદલ કાર્યવાહી થશે

જીજ્ઞેશ સોની હિંમતનગર
ગુજરાતના પરપ્રાંતોમાંથી સાબરકાંઠા થઈ ગુજરાતમાં અન્ય સ્થળે માદક પદાર્થોની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે ત્યારે અત્યાર સુધીમાં સાબરકાંઠામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ તથા ગાંજો પકડાયો હોવાની ફરીયાદો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે ત્યારે બાતમીને આધારે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસને મળેલી બાતમી બાદ શુક્રવારે ભિલોડા જતાં રોડ પર આવેલ આડાહાથરોલ ત્રણ રસ્તા નજીકથી ગાંભોઈ પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બાઈક પર જતાં બે શખ્સોને શકને આધારે અટકાવી તેમની ઝડતી લેતા તેમની પાસેથી અંદાજે રૂા. ૩૦.૬૪ લાખ વધુની કિંમતના ૬.૧ર૯ ગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઈ તેમની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટના ભંગ બદલ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે ગોસ્વામી, પી.એસ.આઈ પી.એસ.ચૌહાણ, પી.એચ.ડોડીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ શુક્રવારે તેમને એવી બાતમી મળી હતી કે ભિલોડા તરફથી એક બાઈક પર બે પરપ્રાંતિયો પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો લઈ હિંમતનગર તરફ આવી રહ્યા છે. જે આધારે ગાંભોઈ પોલીસે તરત જ સજાગ થઈને આડા હાથરોલ ત્રણ રસ્તા નજીક જઈ વાહનચેકિંગ શરૂ કર્યું હતુ. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ એક બાઈક પર બેઠેલ બે શકમંદોને અટકાવી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં આ બંને જણાએ પોલીસ સમક્ષ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બંનેની કડક પુછપરછ કરી ઝડતી લીધી હતી.
તપાસ દરમ્યાન આ બંને પાસે રહેલા કાળા કલરના થેલામાંથી અંદાજે રૂા. ૩૦,૬૪,પ૦૦ ની કિંમતનો અંદાજે ૬.૧ર૯ કિલોગ્રામ માદક પદાર્થ તરીકે ઓળખાતો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ બંને પાસેથી રૂા. ર૦ હજારના બે મોબાઈલ અને રૂા. પ૦ હજારની બાઈક મળી અંદાજે રૂા. ૩૧,૩૪,પ૦૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ-૮(સી),૧૭(સી), ર૯ મુજબ ગુનો નોંધી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા બે તથા અન્ય ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમ્યાન અફીણનો જથ્થો મોકલવામાં મહેસાણા જિલ્લાનો એક અને રાજસ્થાનના બે મળી ત્રણ જણાની સંડોવણી જણાઈ હતી.
પકડાયેલા આરોપી
(૧)મુકેશ ચંપાલાલજી મીણા
(૨) પપ્પુ મોતીલાલ થોરી
પકડવાના બાકી આરોપી
(૧) સુરજ ગૌતમ
થોરી
(૨) ગુડ્ડુ મીણા
(૩) લાલજી પટેલ




