ઈડર ટાઉનહોલ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) – જી રામ જી યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની કાર્યશાળા યોજાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
ઈડર ટાઉનહોલ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) – જી રામ જી યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની કાર્યશાળા યોજાઈ,જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીએ ઉપસ્થિત રહી યોજનાને જનજન સુધી પહોંચાડવાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યશાળામાં યોજનાના મુખ્ય હેતુઓ,લાભો અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ યોજનાને જનજન સુધી પહોંચાડવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામડામાં રોજગારની તકો, કુશળતા વિકાસ અને સ્વરોજગારને પ્રોત્સાહન મળે તે દિશામાં આ યોજના મહત્વપૂર્ણ બની રહેશે.
આ કાર્યશાળામાં જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ,પ્રદેશ ભાજપના મંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડ,રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ઈડર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા,હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, યોજનાના ઇન્ચાર્જ શ્રી પ્રેમલભાઈ દેસાઈ તથા તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા





