હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. માનવસેવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ કેમ્પને પોલીસ વિભાગ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ અંતર્ગત આજે જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. “શિક્ષા સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન”ના સૂત્ર સાથે એક માસ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કર્યું. રક્તદાન એક મહાન દાન છે અને તેનાથી અનેક જીવન બચી શકે છે. જોકે કેમ્પ દરમિયાન ૨૦થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે ડીવાયએસપી કુલદીપ નાયી, જિલ્લા ટ્રાફિક પીઆઇ બી.ડી. રાઠોડ, પીએસઆઇ એ.વી. જોશી, ડી.એસ. રાઓલ તેમજ સાબર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા રક્તદાનની સમગ્ર સેવાઓ પૂરી પાડવામાં આવી.




