કેન્સર અવેરનેસ વોકેથોન કાર્યક્રમ કવિ ઉમાશંકર જોશી ના બામણાગામ માં સ્કાઉટ ગાઈડ દ્વારા યોજાયો.

જીજ્ઞેશ સોની હિંમતનગર
સ્પર્શ કેન્સર કેર,ફીટ ઇન્ડિયા,બિમ્સ હોસ્પિટલ સાબરકાંઠા અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ઉપક્રમે હ્યુમન પાવર વોકેથોન કાર્યક્રમ ડી.એમ.બી.પી હાઇસ્કુલ બામણામાં ચીફ કમિશ્નર અતુલભાઇ દીક્ષિત, સ્કાઉટ કમિશ્નર નીતિનભાઈ ગુર્જર, કો-ઓર્ડીનેટર સીમાબેન શાહ, શાળાના આચાર્ય અરવિંદભાઈ પટેલ, રોવર કમિશ્નર અજીતસિંહ ચૌહાણ, સરપંચ રીટાબેન પરમાર, મંડળના પૂર્વ પ્રમુખ ચીમનભાઈ પંડ્યા,રોવર લીડર સંજયભાઈ રાવલ ની ઉપસ્થિતિમાં યોજાયો.ટ્રેનિંગ કમિશ્નર વિષ્ણુભાઈ સોલંકી દ્વારા શહીદ દિન નિમિતે બે મિનિટ નું મૌન પાળવામાં આવ્યું તથા કવિ ઉમાશંકર જોશી ને માલ્યાર્પણ કરી કેન્સર નાબૂદ કરો ના સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ અભિયાન સાબરકાંઠા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સ્કાઉટ ગાઈડે સમગ્ર ગામમાં પ્રચાર પ્રસાર રેલી અને માનવ સાંકળ દ્વારા કર્યોં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલભાઇ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું.


