ખેડબ્રહ્મા

પોશીના તાલુકામા આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (GLRS–EMRS) માં ગુણવત્તા યુક્ત શિક્ષણથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી

જીજ્ઞેશ સોની હિંમતનગર

ખેડબ્રહ્મા આદિજાતિ વિકાસ સંકુલના તાબા હેઠળ સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને સુવિધાઓના તમામ પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.આ સંસ્થાની સમગ્ર કામગીરી પર કચેરીના વડા તથા પ્રાયોજના અધિકારી વિશાલ સકસેના (અધિક કલેક્ટર) તેમજ મદદનીશ કમિશનર શિક્ષણ દર્શન સણોલ દ્વારા સતત મોનિટરિંગ અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.વિશાલ સકસેના ના જણાવ્યા મુજબ કોઈપણ બાબતમાં બેદરકારી ચલાવી લેવામાં નહી આવે, શાળામાં વિદ્યાર્થીઓને નિયમિત અને ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમ સાથે સાથે શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત ભોજન તથા નાસ્તો સમયસર આપવામાં આવેછે ભોજનની ગુણવત્તા,સ્વચ્છતા અને આરોગ્યલક્ષી માપદંડોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે.કે નહી એની તપાસ કરવામાં આવે છે.શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવાસ, અભ્યાસક્રમિક પ્રવૃત્તિઓ દ્વારા છુપાયેલી પ્રતિભા વિકસે તે માટે આચાર્ય તથા સમગ્ર શિક્ષક સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!