‘કેન્સર હટાવો દેશ બચાવો’નું ઘર ઘર ફરી લોકો અને દુકાનદારોને કેન્સર વિશે સમજણ આપતી ઇલોલ પ્રાથમિક શાળાની ગાઈડ બાળાઓ.

જીજ્ઞેશ સોની હિંમતનગર
સ્પર્શ કેન્સર કેર, ફીટ ઇન્ડિયા, બિમ્સ હોસ્પિટલ સાબરકાંઠા અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ના ઉપક્રમે હ્યુમન પાવર વોકેથોન કાર્યક્રમ ઇલોલ પ્રાથમિક શાળામાં ચીફ કમિશ્નર અતુલભાઇ દીક્ષિત ટ્રેનિંગ કમિશ્નર વૈશાલીબેન પટેલ રોવર લીડર સંજયભાઈ રાવલ, પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર સીમાબેન શાહ તથા શાળાના શિક્ષક રાકેશભાઈ પરમાર તથા સ્ટાફ મિત્રો ની ઉપસ્થિતિમાં યોજાયો.
દરેક ગાઈડ વિદ્યાર્થીનીઓએ ઘરે ઘરે અને દુકાનો માં જઈ કેન્સર વિશેની માહિતી આપી. કેન્સર થવાના મુખ્ય કારણ તમાકુ-ગુટખા,માવા અને ધુમ્રપાન,દારૂનું વધુ સેવન જેનાથી મોઢા અને ગળાના કેન્સર, ફેફસાના કેન્સર, પેટ અને આંતરડાના કેન્સર, ચામડીના કેન્સર થઈ શકે છે. તેને જો અટકાવવું જ હોય તો દરેકે વ્યસનથી દૂર રહેવું જોઈએ. આમ કેન્સર થી થતા રોગો અને કેન્સર કેવી રીતે અટકાવી શકાય તે વિશે માહિતી આપી હતી.
જીજ્ઞેશ સોની હિંમતનગર





