સાબરકાંઠા

હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ અંતર્ગત સમાપન સમારોહ યોજાયો

સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–૨૦૨૬ અંતર્ગત હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું

જીજ્ઞેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસને લઈ એક માસ ચાલેલા વિવિધ કાર્યક્રમોના અંતે સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી કુલદીપ નાયી ટ્રાફિક પીએસઆઇ એ.વી જોશી, પીએસઆઇ દિલીપસિંહ રાઓલ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં એક મહિના સુધી વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ચિત્ર સ્પર્ધા, ડ્રાઇવરો માટે આંખોની તપાસ કેમ્પ, ઓવરસ્પીડના કેસ, હેલ્મેટ અને સીટબેલ્ટ અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલાઓને મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ટ્રાફિક અવેરનેસ માટે બાઈક રેલી તેમજ રન ફોર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨૦૦થી વધુ લોકો જોડાયા હતા. આજે સમાપન સમારોહ દરમિયાન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!